અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વધુ એક મહિલા હેવાનિયતનો શિકાર બની.. આ મહિલા પર જે રીતે હેવાનિયત ગુજાવારમાં આવી તે સાંભળીને કઠોર માનવીનું હ્રદય પણ કંપી જશે..3 નરાધમોએ હેવાનિયતની હદ પાર કરી આ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. શું છે સમગ્ર હકિકત જોઈએ આ રિપોર્ટમાં..
GCCIના પ્રમુખનું યુનિટ સીલ કરવામાં આવ્યું છે. પ્રહલાદનગરનું મેઘમણી હાઉસ સીલ કરાયું. વસ્ત્રાલનું વીરા ગોલ્ડ પણ સીલ કરવામાં આવ્યું. ગાઈડલાઈન કરતા વધુ સ્ટાફ હોવાથી સીલ કરવામાં આવ્યું. તંત્ર દ્વારા 389 ઓફિસોમાં હાથ ધરાયું ચેકીંગ. 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની ગાઈડલાઈન છે. છતાં નિયમો નેવે મૂકીને આ લોકો કામ કરી રહ્યા છે.
GMDCમાં 900 બેડની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. સરકાર કોવિડ કેર હોસ્પિટલ બનાવી રહી છે. ઓક્સિજન, વેન્ટિલેટર સાથે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના બેડની અછત પૂરી કરવા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
સ્ટાફની અછત પુરી કરવા AMC દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સ્નાનાગરમાં કામ કરતા અધિકારીઓને કોવિડમાં ડ્યુટી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. 30 કોચ અને આસિ. કોચને આરોગ્ય વિભાગમાં ડ્યુટી આપવામાં આવશે. હેલ્થ વિભાગ સૂચન કરે ત્યાં નોકરી પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ગીતામંદિર ST બસ સ્ટેન્ડ ખાતે લોકો જાગૃત બન્યા છે. કોરોના કહેર વચ્ચે લોકો માસ્ક પહેરેલા અને એક બીજાથી અંતર રાખતા જોવા મળ્યા છે. પેહલા કરતા અત્યારે ST ખાતે લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકો જાગૃત થઈને અવરજવર કરતા નજરે પડી રહ્યા છે.
Leave Comments