કર્ફ્યૂમાં ઘરની અંદર જ લગ્નનું આયોજન કરાયુ

November 21, 2020 1175

Description

અમદાવાદ શહેરમાં એકાએક કર્ફ્યૂ લગાવી દેવામાં આવતા શહેરમાં યોજાનાર 1800 જેટલા લગ્ન પર ગ્રહણ લાગી ગયું છે. તેવામાં શહેરના કુબેરનગરમાં રહેતો પરિવાર લગ્નને લઈ અસમંજસમાં છે. પ્રથમ વખત પોલીસ પરવાનગી સાથે પરિવારમાં લગ્નનું આયોજન કરવામાં આવશે.

હાલ તો પરિવાર દ્વારા પોલીસની મંજૂરી લઈ લેવામાં આવી છે. અને ઘરની અંદર જ લગ્નનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લગ્ન પ્રસંગને લઈને એડવાન્સમાં પેમેન્ટ થઈ જતું હોય છે. જેને કારણે પરિવાર પણ મૂંઝવણમાં મુકાયો છે. તો બે દિવસ પહેલા જ તમામ મહેમાનો પણ આવી ગયા હતા તે પણ અટવાયા છે.

Leave Comments

News Publisher Detail