શાંત અને સુરક્ષાની છબી ધરાવતા ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો

December 2, 2019 1955

Description
શાંત અને સુરક્ષાની છબી ધરાવતા ગુજરાતમાં ક્રાઇમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. અપહરણ, ચોરી, લૂંટ ફાટ, આપઘાત, બળાત્કાર, સામૂહિક બળાત્કાર સહિતના વિવિધ ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે.
રાજ્યમાં મહિલા સુરક્ષાનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. 48 કલાકમાં જ ત્રણ બળાત્કારની ઘટના બની છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં દારૂની રેલમછેલ થઇ રહી છે. બે વર્ષમાં દેશી દારૂના 1,32,415 કેસ નોંધાયા છે. તો વિદેશી દારૂના 29,989 કેસ નોંધાયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં બળાત્કારના 4365 કેસ નોંધાયા છે. જ્યારે સામૂહિક બળાત્કારના 91 ઘટનાઓ બની છે.
સગીર બાળાઓને ભગાડી જવાના 10345 કેસ નોંધાયા છે. મહિલા છેડતીની પણ ઘટનાઓ વધી રહી છે. ત્યારે સલામત ગુજરાતમાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. વધતા ક્રાઇમ રેટ વચ્ચે પોલીસ તેમની કામગીરીમાં અસમર્થ રહી હોવાનુ સાબીત થયુ છે.

Leave Comments