ક્રાઇમ એલર્ટમાં જુઓ વલસાડ અને અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ 27.09.20

September 27, 2020 200

Description

હાજી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. નવી નોટોના બંડલ બતાવી એકના ડબલ આપવાની લાલચ આપી આ ગેંગ છેતરપીંડી કરતી હતી. ગેંગનો મુખ્ય સુત્રધાર 20 વર્ષથી લોકો સાથે આ રીતે ઠગાઈ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

વાપીમાં આઈપીએલના સટ્ટામાં એક વ્યક્તિનું જીવન થયુ બરબાદ. સટ્ટામાં હારેલા રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા બુકીઓએ યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો. એટલુ જ નહી તેની સાથે ન કરવાનું કર્યું. યુવકે ફરિયાદ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જેના આધારે પોલીસે 3 બુકીઓની ધરપકડ કરી છે .

ભણી ગણીને દિકરો કે દિકરી સરકારી નોકરી મેળવે તે સ્વપ્ન મોટાભાગના પરિવારનુ હોય છે. જો કે તેની પાછળનુ મહત્વનુ કારણ જોબ સિક્યોરીટી, અને સામાજિક મોભો હોય છે. પરંતુ કેટલાક તેને પૈસા બનાવવાની ફેક્ટરી પણ બનાવી દે છે. અને ટેબલની ઉપરની કમાણી કરતા ટેબલ નીચેની કમાણીમાં તેમને વધારે રસ હોય છે.

Leave Comments