ક્રાઇમ એલર્ટમાં જુઓ ભાવનગર ,સુરતઅને અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ 27.09.20

September 27, 2020 1280

Description

સિહોરમાં એક આધેડના અપહરણ બાદ ખંડણી માગી તેની હત્યા કરવામાં આવી છે. મુસ્લીમ આધેડની હત્યા કરનાર હત્યારો પોલીસ સકંજામાં આવી ગયો છે. નવાઈની વાત એ છે અપહરણ, ખંડણી અને હત્યા કરનાર એક સગીર હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદનું વેજલપુર પોલીસ સ્ટેશન વધુ એકવાર વિવાદમાં આવ્યું છે. વેજલપુર પોલીસ મથકમાં કસ્ટોડીયલ ડેથનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. મૃતકની દિકરીનો આરોપ છે કે, પોલીસે જ તેના પિતાને મારી નાખ્યા છે. તો બીજી તરફ પોલીસે કસ્ટોડિયલ ડેથને રદીયો આપી મરનાર આરોપીનું બીમારીથી મોત થયું હોવાનો દાવો કર્યો.

સુરતમાં મોબલિંચિંગની ઘટના સામે આવી છે. સુરતના APMC માર્કેટ પાસે આવેલા કડોદરા રોડ પર ચોરીના આરોપસર એક યુવકને 11 જેટલા લોકોએ લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. વરાછા પોલીસે 11 આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં મહિલાઓ અને સગીરા પર દુષ્કર્મના કેસ વધી રહ્યા છે. જેમાં શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ફરી એક સગીરા પર નરાધ યુવકે નજર બગાડી. માત્ર 10 વર્ષની કિશોરીને હેવાન પાડોશીએ બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો. ત્યાર બાદ જે થયું એ સાંભળીને તમે ચોંકી જશો. ફરાર આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે.

Leave Comments