ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ને લઈ વિવાદ

December 29, 2018 1415

Description

ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે NSUI આ ફિલ્મ રિલિઝને લઇને સામે પડી છે. પહેલા NSUIના કાર્યકર્તાઓએ ફિલ્મ જોવાની માંગ કરી છે અને ફિલ્મ યોગ્ય લાગશે તો જ રિલિઝ થવા દેશે તેવી ચિમકી આપી છે.

NSUIએ ગુજરાતના સિનેમાઘરોને ફિલ્મ રિલીઝને લઇને ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર આ ફિલ્મ બની છે. જે 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે. ત્યારે ફિલ્મને લઇને ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે.

Leave Comments