શિયાળી શરૂઆત થતા જ શરદી અને કફના દર્દીઓમાં વધારો થયો છે. ઠંડીની મોસમ વચ્ચે અમદાવાદમાં રોગચાળાએ ભરડો લેતા છેલ્લા 17 દિવસમાં ઝાડા ઉલ્ટીના 171 કેસ નોંધાયા છે.
તો કમળાના 104 કેસ, ટાઇફોડના 167 કેસ, સાદા મલેરિયાના 83 કેસ, ઝેરી મલેરિયાના 21 કેસ અને ડેન્ગ્યુના 80 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે, તંત્ર રોગચાળો રોકવામાં નિષ્ફળ સાબિત થયું છે.
Leave Comments