DPS સ્કૂલની મંજૂરી રદ થવા મામલે વાલીઓમાં ભારે રોષ

December 2, 2019 410

Description

અમદાવાદના હીરાપુર DPS સ્કૂલ ખાતે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલની મંજૂરી રદ થવા મામલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે DPSના આચાર્ય અને વાલીઓ વચ્ચે બેઠક પણ યોજાઇ હતી.

વાલીઓને અન્ય કોઇ શાળાનો વિકલ્પ માન્ય નથી. મેનેજમેન્ટની ભૂલ હોય તો તેમને જેલમાં નાખવામાં આવે તેવી વાલીઓની માંગ છે. બાળકોના ભવિષ્ય પર કોઇ જ અસર ન થવી જોઇએ. આ મામલે વાલીઓ સીએમને પણ રજૂઆત કરવાના છે.

આવતીકાલથી ધો.1 થી 8નું શૈક્ષણિક કાર્ય GSEB અંતર્ગત શરૂ થશે. અન્ય ધોરણ માટે CBSEની ગાઈડલાઇન મુજબ કામગીરી થશે. સરકાર સ્કૂલ ચલાવે તેવી વાલીઓની માગ છે.

મહત્વનુ છે કે DPSએ બોગસ NOC પર માન્યતા મેળવી હતી જે રદ્દ થઇ છે.. ત્યારે DPSના સત્તાધીશોના કૌભાંડનો ભોગ વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્યા છે.. વાલીઓ પાસેથી વિદ્યાર્થીઓની ફી ઉઘરાવીને છેતરપિંડી કરવામાં આવી છે.. ત્યારે હજુ સુધી પોલીસ કેમ આરોપીઓને શોધી નથી શકી.. કેમ મંજૂલા શ્રોફ અને હિતેશ વસંતને ઝડપવામાં આવ્યા નથી. તે પણ એક સવાલ છે..

Leave Comments