જીંદગી હારી ગઈ, અમદાવાદમાં ઈચ્છામૃત્યુની માંગ

March 13, 2019 2960

Description

અમદાવાદમાં દેવેન્દ્ર રાજગોર અને પલક રાજગોર નામના દંપતિએ પોતાની દિકરીને ઈચ્છા મૃત્યુ આપવા માટે કોર્ટમાં અરજી કરી છે. તેમની પુત્રી વૈદેહીને સેરેબલ પાલસી નામની ગંભીર બીમારી છે. જેને કારણે તેમની 23 વર્ષીય પુત્રી અસહ્ય દર્દથી પીડાઈ રહી છે. વૈદેહીને છેલ્લા 22 વર્ષથી રોજ દર્દથી કણસતી જોઈ તેના માતા-પિતાએ કોર્ટમાં તેની પુત્રી માટે ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

પોતાની દિકરીને રોજ પીડાતી જોઈ ચિંતાને કારણે માતા-પિતા પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. અને ચિંતા કરી રહ્યા છે કે, અમારી હૈયાતી નહી હોય તો આનું કોણ ? દિકરીની બીમારીને કારણે માતા-પિતા સમાજથી દૂર થઈ રહ્યા છે. આજ સુધી તેમના ઘરે કોઈ તહેવાર મનાવવામાં આવ્યો નથી. આ બીમારીથી તેમની દિકરી રોજ કણસતી-કણસતી મોતને ભેટવા જઈ રહી છે.

દિકરીને આ અસહ્ય દુખમાંથી મુક્તિ આપવા માતા પિતાએ દિલ પર પથ્થર મુકીને પોતાની દિકરી માટે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. હવે જોવું રહ્યુ કોર્ટ આ મામલામાં શું નિર્ણય કરશે.

Tags:

Leave Comments