બોરસદની પાંચ વર્ષની દિકરીએ સરકારના ફંડમાં આપ્યું દાન

April 2, 2020 1880

Description

ગુજરાતીમાં એક કહેવત છે ને કે દીકરી એક નહિ પણ બે કુળને તારે એ આણંદના બોરસદની પાંચ વર્ષની દિકરીએ સાર્થક કરી બતાવ્યું છે. જેમાં કોરોનો વાઇરસ નામની મહામારી બાદ એકાએક અનેક સંસ્થાઓ તેમજ ધનિક લોકોએ સરકારના ફંડમાં દાન આપવાના સમાચાર ટીવીમાં જોતા પ્રભાવિત થઈ બોરસદ શહેરની એક દીકરી ક્રિશાએ તેના પિતાને સરકારમાં આપણે ડોનેશન ન આપી શકાય એવી વાત કરી હતી.

આ વાત સાંભળી એકવાર તો પિતા ખુદ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ત્યારે ઘરે આવતા મહેમાનો દ્રારા દિકરીને અપાતાં 10 થી 50 રૂપિયા દિકરીએ એક ડબ્બામાં એકત્રિત કર્યા હતા. જેને દિકરીએ આ મહામારી માટે આપી પોતાની દરિયાદીલી બતાવી છે. ત્યારે બોરસદમાં ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરતાં કલ્પવૃક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થામાં દિકરીએ પોતાનું યોગદાન આપી પિતાના કુળને દિપાવ્યું છે.

Leave Comments