ભાવનગરમાં ભાજપે વિજય આભાર રેલી યોજી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં એરપોર્ટથી ઘોઘા સુધી વિજય આભાર રેલી યોજાઇ. રેલીમાં ધારાસભ્યો, સાસંદ શહેર અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યાં. મહત્વનું છે કે પ્રથમવાર ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઇ છે. ત્યારે આ ઐતિહાસિક જીતને વધાવવા માટે વિજય આભાર રેલી યોજાઇ.
આખરે દિનેશ ત્રિવેદી પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. રાજ્યસભામાં જ તૃણમૂલ કૉંગ્રેસથી છેડો ફાડવાની જાહેરાત કરનારા દિનેશ ત્રિવેદીએ આજે ભાજપનો ખેસ પહેરી જ લીધો.
આવતીકાલે PM મોદી બંગાળમાં રેલી કરશે. જેમાં કોલકત્તાના પરેડ ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલી કરશે. તેમાં સૌરવ ગાંગૂલી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તથા PMની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે.
રાજકોટમાં જિલ્લા પંચાયતની જસદણ બેઠક પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ડૉ. ભરત બોઘરા વચ્ચે લાંબા સમયતી ચાલી રહેલો વિવાદ ફરી વકર્યો છે. જસદણની વિંછિયા બેઠક માટે કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તે ઉમેદવારોને હરાવવા ભરત બોઘરા અને મનસુખ રામાણીએ કોંગ્રેસના ઉમેદવારને રૂપિયા આપી ભાજપના ઉમેદવારને હરાવ્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે. જિલ્લા […]
Leave Comments