ભીમ આર્મીના ચીફ ગુજરાત દલિતોની વ્હારે આવ્યા

May 17, 2019 695

Description

ગુજરાતમાં દલીતો પર હુમલાની ઘટના વધી રહી છે. ત્યારે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ રાવ ગુજરાત મુલાકાતે આવ્યા છે. ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે ગુજરાત મોડલ ગુજરાત પૂરતુ જ રહી જશે. દલિતો વિરોધી ઘટનાઓને સાંખી નહી લેવાય.

આ મામલે કાયદાકિય લડત ચલાવાશે.. ઉકેલ નહીં આવે તો આંદોલન કરીશું.  મહત્વનું છે કે છેલ્લાં થોડા સમયથી દલિતો પર વરઘોડાને લઇને અને અન્ય બાબતોને લઇને હુમલાની ઘટના બની રહી છે.

આ મામલે સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ રાવ ગુજરાત દલિતોની વ્હારે આવ્યા છે.

Leave Comments