એન્ટી એસિડીટીની દવા લેતા પહેલા થઈ જાઓ સાવધાન

September 25, 2019 2690

Description

એન્ટી એસિડીટીની દવા લેતા પહેલા સાવધાન થઈ જજો એસિડીટી મટાડતી રેનીટીડીન દવાને લઈને ચેતવણી બહાર આવી છે. ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ જારી કરી ચેતવણી જાહેર કરી છે.

રેનીટીડીન દવામાં કેટલાંક ખતરનાક કેમીકલ મળી આવ્યાં છે. આ રેનીટીડીનના ઉપયોગથી કેન્સર પણ થઈ શકે છે. અલ્સર, ગેસ્ટ્રોઈસોફેગલ, રિફલક્સ, ઈસોફેગેટિસમાં પણ ઉપયોગ થાય છે

રેનીટીડીન બજારમાં ટેબલેટ અને ઈંજેકશન રૂપમાં વેચાય છે. તમામ રાજયો માટે ચેતવણી બહાર પાડવામાં આવી તમામ રાજયનો આ દવા અંગે પગલા ભરવા આદેશ કરાયો છે.

અમેરિકાએ પણ રેનીટીડીનમાં કેન્સરના તત્વોની જાણકારી મેળવી હતી. અમેરિકાના એફડીએની તપાસ બાદ દેશમાં એલર્ટ જાહેર કરાયું છે.
દેશમાં આ દવાઓનુ ઉત્પાદન બંધ કરવા કંપનીને આદેશ કરાયો છે. ડ્રગકન્ટ્રોલરે પણ ડોકટરને સલાહ આફી કે આ દવા દર્દીઓને ન આપે અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ટર્ડ કન્ટ્રોલ ઓથોરિટીને તપાસ માટે કહેવાયું છે.

Leave Comments