અમિત ચાવડાનું રાજીનામુ માંગતા મેસેજ થયા વાયરલ

October 6, 2019 1340

Description

ગુજરાત કોંગ્રેસનો કલેહ બહાર આવ્યો છે. અમિત ચાવડાનું રાજીનામુ માંગતા મેસેજ વાઈરલ થયા છે. પ્રમુખ પદેથી અમિત ચાવડા રાજીનામુ આપે તેવી માંગ ઉઠી છે. પ્રમુખ તરીકેનો વિશ્વાસ કાર્યકરોનો ખોઈ બેઠા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં ચાવડાની કાર્યશૈલી ઉપર સવાલ ઉભા થતાનો આક્ષેપ કરાયો છે. પેટાચૂંટણીમાં નુકશાન થાય તે પહેલાં ચાવડા રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે.

તાલુકા કક્ષાના પોતાના માણસોને પ્રદેશમાં મહામંત્રી બનાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દલાલો અને રૂપિયા આપીને હોદ્દાઓ અપાયા હોવાનો ચાવડા પર આક્ષેપ કરાયો છે.

ગુજરાત કોંગ્રેસના એડિટોરિયલ બોર્ડના સભ્યએ ચાવડાના રાજીનામાની માગ કરાઈ છે. જયેશ ગેડિયાએ અમિત ચાવડાના રાજીનામાની માગ કરી છે.

Tags:

Leave Comments