અમદાવાદમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકમો પર AMCએ કરી લાલઆંખ

August 18, 2019 2540

Description

અમદાવાદમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકમો પર AMCએ લાલઆંખ કરી છે. શહેરના તમામ ઝોનમાં AMC દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. જેમાં વેજલપુર, આંબાવાડી અને સરખેજની 5 જેટલી દુકાનોમાંથી પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં તમામ પ્લાસ્ટિકનો જથ્થો સીલ કરી રૂ. 36 હજારનો દંડ પણ વસુલવામાં આવ્યો છે. તો તહેવાર સમયે જ AMCની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave Comments