અમદાવાદમાં ઓલ ઈન્ડિયા અશ્વ ચેમ્પિયનશીપનું આયોજન

October 28, 2018 1655

Description

મોંઘી દાટ અને હાઇફાઇ કારની કિંમત તમે કરોડોમાં જોઇ હશે. પણ કોઇ અશ્વ મર્સિડીઝ કારથી પણ મોંઘો હોય તેવું તમે વિચાર્યુ પણ નહીં હોય. પણ અમદાવાદમાં દેવ નામના અશ્વની કિંમત એક બે નહીં પણ અઢી કરોડ. ચોંકી ગયા ને. પણ આ વાસ્તવિકતા છે.

અમદાવાદમાં ઉચ્ચી ઓલાદના પાણીદાર અશ્વોની ઓલઇન્ડિયા અશ્વ ચેમ્પિયનશીપ યોજાઇ. આ હોર્સ શોમાં અઢી કરોડનો દેવ નામનો અશ્વ આકર્ષણનો કેન્દ્ર બન્યો. દેવ પાંચ વખત આ હોર્સ શોનો ચેમ્પિયન બન્યો છે. જેના માલિક મૂળ કલોલના પરિનભાઇ પટેલ છે. ઓલ ઇન્ડિયા અશ્વ શોમાં ગુજરાત,મહારાષ્ટ્ર,પંજાબ સહિતના રાજ્યોમાંથી 250 થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. જેમાં જુદી જુદી સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. પરંતુ આ દેવ નામના અશ્વ પાસે તમામ અશ્વોની ચમક ફિક્કી પડી હતી. સમગ્ર સ્પર્ધામાં દેવ નામના અશ્વએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું.

Leave Comments