અમદાવાદના 11 વર્ષીય બાળકે KBCમાં 6.40 લાખ જીત્યા

November 16, 2018 1910

Description

અમદાવાદના 11 વર્ષીય ગજેન્દ્ર આહીરે કોન બનેગા કરોડપતિમાં પહોંચીને 6.40 લાખ જીતી લીધા છે. KBCની હોટસીટ પર પહોંચવુ ભારે મુશ્કેલ હોય છે. પરંતુ 7મા ધોરણમાં અભ્યાસ કરનારા ગજેન્દ્રએ 12 લાખથી વધુની એન્ટ્રીને પાર કરીને હોટ સીટ પર પહોંચવામાં સફળતા મેળવી છે.

બે વાર ક્વોલીફીકેશન રાઉન્ડમાં પરીક્ષા આપ્યા બાદ ટોપ 10 અને ત્યારબાદ હોટ સીટ પર ગજેન્દ્ર પહોંચ્યો હતો. KBCમાંથી જીતેલી 6.40 લાખની રકમમાંથી તે પોતાના વતનમાં સ્કુલ બનાવવાની ઇચ્છા ધરાવે છે. તો મોટો થઇને સોફ્ટવેર એન્જીનિયર બનવાની ખેવના ગજેન્દ્ર આહિર ધરાવી રહ્યો છે. પરિવારજનો પણ ગજેન્દ્રની આ સિધ્ધીથી ખૂબ જ ઉત્સાહીત છે.

Leave Comments