અમદાવાદ: રાજ પંડ્યા દ્વારા અનોખી સ્ટીક બનાવવામાં આવી

April 4, 2020 2390

Description

લોકડાઉનની સ્થિતિ વચ્ચે અમદાવાદના મણીનગર ખાતે રહેતા રાજ પંડ્યા દ્વારા અનોખી સ્ટીક બનાવવામાં આવી છે. 12 વર્ષીય રાજે ખાસ દિવ્યાંગો માટે આ સ્ટીક બનાવી છે. જેમાં 1 મીટર દુર કોઈ વ્યક્તિ હોય તો સ્ટીકમાં સાયરન વાગે છે.

કોરોનામાં એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આ સ્ટીક દિવ્યાંગોને ખુબજ મદદરૂપ થશે. સાથે જ લોકોને પ્રોત્સાહન મળે તેના માટે કવિતા પણ લખી છે. હાલમાં રાજે બનાવેલી સ્ટીક અંધજન મંડળ ખાતે અપાશે અને બીજી ઘણી સ્ટીક બનાવવાનું પણ કહેવાયું છે.

 

 

Leave Comments