અમદાવાદના ચાંદલોડિયામાં પ્રાથમિક સુવિધાનો અભાવ

February 7, 2020 2555

Description

અમદાવાદના ચાંદલોડિયામાં ભાજપના કાર્યકરે સ્થાનિકોની પડતી મુશ્કેલી અંગે વી઼ડિયો વાયરલ કર્યો છે. ભાજપના સક્રિય કાર્યકર અતુલ ડોડિયાએ વાયરલ વીડિયોમાં અધિકારીઓ સમયસર કામ પૂર્ણ ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

ત્યારે વાયરલ વીડિયોને લઇને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલીટ ચેક કરવામા આવ્યુ છે.  જેમાં ઠેર ઠેર ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ડિમોલેશનની કામગીરીને વર્ષ વીતવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી.

આ ઉપરાંત રોડ રસ્તા અને ટ્રાફિકસની પણ પાર વિનાની સમસ્યા છે. ગંદકી અને ખરાબ રસ્તા સ્થાનિકો માટે માથાનો દુખાવો સમાન બન્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝે વાયરલ વીડિયોની હકીકત જાણી સ્થાનિકોની સમસ્યાને વાચા આપી છે.

Leave Comments