નરોડામાં વેપારીનો પરિવાર સાથે સામૂહિક આપઘાત, 3ના મોત

September 12, 2018 1910

Description

નરોડામાં કોસ્મેટીક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. વેપારીએ તેમની આશરે 75 વર્ષની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. બીજા તરફ આજે આખો દિવસ સંબંધીઓએ વેપારીના પરિવારના સભ્યોને ફોન કરતા કોઇએ જવાબ નહીં આપ્યો હોય ઘટનાની જાણ પોલીસને કરાઇ હતી.

પોલીસે દરવાજો તોડતા વૃધ્ધા ગંભીર હાલતમાં મળી આવ્યાં હતા, જ્યારે ફ્લેટના એક બૂડરૂમમાંથી દીકરી સહિત દંપતિના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. પોલીસનું કહેવું છે કે, વેપારીએ પણ પત્ની અને દીકરી સાથે ઝેર ગટગટાવ્યા બાદ ફાંસો ખાધો છે. આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થીક હોવાનું પોલીસ માની રહી છે.

Leave Comments