નવ વર્ષીય હિયા સુથારે પિગી બેંકના રૂપિયા PM ફંડમાં આપ્યા

April 2, 2020 470

Description

સમગ્ર દેશમા કોરોનાનો કહેર છે ત્યારે સેવારૂપી યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે નાનકડી દિકરીએ પણ સેવારૂપી આહુતી આપી છે. જેમાં અમદાવાદના નરોડામા રહેતી નવ વર્ષીય દિકરી સમગ્ર વર્ષ દરમિયાન પિગી બેંકમાં રૂપિયા એકઠા કરીને સોના ચાંદની વસ્તુ પોતાને માટે ખરીદે છે.

પરંતુ દેશ જ્યારે સંકટમાં છે ત્યારે હિયા સુથારે પોતાની પાસે એકઠા થયેલા રૂપિયા પીએમ અને સીએમ રાહત ફંડમાં આપ્યા છે. જેમાં દેશવાસીઓ સંકટના સમયમા પોતાનાથી બને તેટલી તમામ મદદ કરી રહ્યા છે ત્યારે હિયાએ પણ 1100 રૂપિયાનુ દાન કરીને એક ઉદહરણ પૂરૂ પાડ્યુ છે.

Leave Comments