VS હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

January 12, 2019 290

Description

અમદાવાદમાં વીએસ હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસ દ્વારા 7મીવખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. વીએસ બચાવોના બેનર હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કાળા કપડા પહેરીને કોચરબ આશ્રમથી વીએસ હોસ્પિટલ સુધી રેલી યોજવામાં આવી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિતના કોંગી નેતાઓ જોડાયા.

1155 બેડની જગ્યાએ 500 બેડનું બજેટ કોર્પોરેશન લાવી રહ્યું છે. વિપક્ષે આ અંગે અનેક રજૂઆત કરી હોવા છતાં પગલાં ન લેવાતા આખરે કોંગ્રેસ વિરોધના સૂર સાથે રસ્તા પર ઉતરી આવી છે. આગામી 17 જાન્યુઆરીના રોજ તેઓ પીએમ મોદીના હસ્તે વીએસનુ લોકાર્પણ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા 17 જાન્યુઆરીએ 48 વોર્ડમાં વિરોધ પ્રદર્શન કરશે.

Leave Comments