અમદાવાદના સોલામાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો. ક્રાઈમ બ્રાંચના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધામા. 4 આરોપી પોતાના વતન નાસી ગયાનું સામે આવ્યું છે. MPના ગ્વાલિયરના ગીઝોરામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. CCTV અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન. ક્રાઈમ બ્રાંચની 4-4 ટીમ બંને રાજ્યમાં પહોંચી.
વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. સુભાનપુરાની નૂતન વિદ્યાલયના શિક્ષકને કોરોના આવ્યો. શિક્ષક કોરોના સંક્રમિત થતા સ્કૂલ 5 દિવસ બંધ રખાઈ. છેલ્લા 10 દિવસમાં 3 સ્કૂલમાં કોરોના કેસ નોંધાયા.
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં 115 નવા કોરોના કેસ નોંધાયા. રાજકોટમાં 71,ભાવનગરમાં 16 નવા કેસ નોંધાયા. જામનગરમાં 13,જૂનાગઢમાં 8 કેસ નોંધાયા. ગીર સોમનાથમાં 4,મોરબીમાં 2 કેસ નોંધાયા
રાજકોટના પાંચ વોર્ડમાં આજે પાણીનો કાપ રહેશે. ન્યારી પ્લાન્ટની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. વોર્ડ નંબર-2,7,8,10 અને 11માં પાણી કાપ. વારંવાર પાણી કાપથી રહીશોમાં રોષ
સુરતની સ્કૂલોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. અમેરિકાથી આવેલા એક વિદ્યાર્થીને કોરોના પોઝિટીવ નીકળ્યો. સુરત શહેરમાં વધુ 7 વિદ્યાર્થી,શિક્ષકને કોરોના. DRB કોલેજ,એક્સપરિમેન્ટલ સ્કૂલમાં કોરોના. સદગુરૂ વિદ્યાલયમાં પણ કોરોના સંક્રમણ લાગ્યું.
કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. દૂધઈથી 13 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. સવારે 7.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો.
વધી રહેલા સંક્રમણની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીનુ નિવેદન સામે આવ્યું છે. ડૉ. હર્ષવર્ધન દ્વારા ઘણા મહત્વના મુદ્દા કહેવામાં આવ્યા છે. જેવા કે… ખાત્માની તરફ વધી રહી છે મહામારીઃ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ-રસીકરણ પર રાજનીતિ નહીં દેશમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે રસીકરણ દર પ્રતિદિન 15 લાખ સુધી પહોંચી ગયો બીજા દેશોની સરખામણીમાં તેજ […]
રાજકોટમાં આજે મહિલાઓ માટે ફ્રી મુસાફરી રાખવામાં આવી. BRTS અને સિટી બસમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી. રાજકોટ મહાનગરપાલિકાએ સરસ નિર્ણય કર્યો છે. ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર મહિલાઓને ભેટ આપવામાં આવી.
આજે બપોરે 12 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. સામાન્ય વહીવટ, ઉદ્યોગ ગૃહ પર ચર્ચા કરાશે. શહેરી વિકાસ, ખાણ ખનીજ વિભાગ પર ચર્ચા થશે. બોર્ડર સિક્યોરિટી, નશાબંધી, આબકારી વિભાગ પર ચર્ચા કરવામાં આવશે. જાહેર હિસાબ, અંદાજ સમિતિ ચૂંટણી બાબતે કરાશે જાહેરાત. અહેવાલોની રજૂઆત બાદ પૂરક માગણી પર કરાશે ચર્ચા.
આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. 6 મનપાના મેયર સહિતના પદાધિકારીઓના નામ પર ચર્ચા થવાની છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે પાર્લામેન્ટરી બેઠક. સાંજે 4 કલાકે મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. બેઠકમાં મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ પ્રમુખ રહેશે હાજર. પાર્લામેન્ટરી બેઠક બાદ મનપામાં મળશે સામાન્ય સભા
પાટણના રાધનપુરમાં ગેસના બાટલામાં લાગી આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પાણીની ડોલ વડે પાણીનો મારો ચલાવ્યો હતો. મહત્વનું છે કે રહેણાંક મકાનમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થતા ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ છે.
બારડોલીમાં આવેલ પૌરાણિક અને સ્વયંભુ એવા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો મેળો રદ કરાયો. કોરોનાને પગલે પરંપરાગત ભરાતા મહાશિવરાત્રીના મેળાને બંધ રાખવા ટ્રસ્ટ મંડળ દ્વારા લેવાયો નિર્ણય. દર્શનાર્થીઓ માટે દર્શન માટે મંદિરના પાટ ખુલ્લા રખાશે. તમામ પ્રકારની ગાઈડ લાઈનોનું પાલન કરવા ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામા આવી અપીલ.
2018 © Sandesh.