પરોઠામાં ચલણી નોટ ભરીને મતદારોને લાલચ અપાઈ

April 4, 2019 1610

Description

હાલ દેશભરમાં જ્યારે લોકસભા ચૂંટણીને લઇને માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને લલચાવવા માટે અવનવા ગતકડાં અજમાવવામાં આવી રહ્યા છે. IPS અધિકારી ડી. રૂપાએ તેમના ટ્વીટર પર શેર કરેલા વાયરલ વીડિયો અનુસાર પરોઠામાં ચલણીનોટ ભરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જો કે આ વીડિયો ક્યાંનો છે અને તેને કોણે બનાવ્યો છે તે જાણવા મળ્યું નથી. આ વીડિયોમાં 500ની નોટ મુકવામાં આવે છે અને જ્યારે પરોઠાને ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી 2000ની નોટ નીકળે છે. IPS અધિકારી ડી. રૂપાએ સબંધીત અધિકારીઓને આ મામલે ધ્યાન આપવા અને જરૂરી પગલાઓ લેવા પણ જણાવ્યું છે

Leave Comments