વિરાટ કોહલીએ રિવર્સ હિટથી પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ Video

August 12, 2019 1025

Description

સોશિયલ મીડિયામાં હાલમાં બોટલ કેપ ચેલેન્જ ચાલી રહી છે અને એમાં લોકો પોતાના અનોખા અંદાજમાં બોટલનું ઢાંકણ ખોલે છે. આ ચેલેન્જમાં વિરાટ કોહલી પણ સામેલ થયો છે અને તેણે આ સંદર્ભનો 15 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે, જેમાં એ પોતાના બેટથી બોટલનું ઢાંકણ ખોલતો નજરે પડે છે. ક્રિકેટના મેદાનમાં ભાગ્યે જ કોહલી રિવર્સ શોટ રમે છે, પણ આ વીડિયોમાં તેણે આ શોટની ઝલક રજૂ કરી છે. આ વીડિયોમાં કોમેન્ટ્રી ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ આપી છે અને એ મજેદાર છે.

વીડિયોમાં જોવા મળે છે કે વિરાટ તેના હાથમાં બેટ ફેરવે છે અને પછી બોટલ પર ફોકસ કરીને રિવર્સ હિટના અંદાજમાં તે એને બોટલના કેપ પર મારે છે. આ શોટથી બોટલનું ઢાંકણ ખૂલી જાય છે. વિરાટ કોહલી પછી બોટલને ઉઠાવીને એમાંથી પાણીનો ઘૂંટડો ભરે છે અને પોતાના અંદાજમાં આંખ મારે છે. આ વીડિયોને વિરાટે ‘બેટર લેટ ધેન નેવર’ એવું આપ્યું છે.

Leave Comments