બાળકીને બચાવવા બે યુવાનોએ કર્યું એવું કે જોઇને દંગ રહી જશો, Viral Video

September 11, 2018 935

Description

એક ઈમારત પણ કોઈ પણ સહારા વગર ચઢવુ કેટલુ મુશ્કેલ છે એ સૌ કોઈ જાણે છે જી હા મુશ્કેલ છે પણ અશક્ય નહિ અને એ પણ એવા સમયે જ્યારે વાત જીવન મરણની હોય અને આવી જ ધટના સામે આવી છે. અને સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહિ છે.

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઈમારત પર બે વ્યક્તિઓ ચડતા દેખાય છે અહિયા આ ઈમારત પરના ચોથા માળે એક બાળકી લટકી રહી છે. તે જ સમયે રસ્તા પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. બસ બીલકુલ વીચાર્યા વગર પોતાના જીવની પરવાહ કર્યા વગર આ બન્ને વ્યક્તિઓ આ બાળકીને બચાવવા ઈમારત પર ચઠી જાય છે અને બાળકીને બચાવી લે છે.

જો સમયસર બાળકીને બચાવવામાં ના આવી હોત તો બાળકી સાથે કેવી દુર્ધટના થઈ શકે તેની કલ્પના પણ ડરામણી છે જો કે બાળકીને આ બન્ને જાબાઝોએ બચાવી લીધી અને તે બનેને પણ કોઈ ઈજાઓ નથી થઈ આ ઘટના બાદ આ બન્ને વ્યક્તિઓ સોશ્યલ મીડિયામાં સુપરહિરો તરીકે ફેમશ થઈ ગયા છે.

 

Leave Comments