જીવના જોખમે મહિલાએ બચાવી સાંપની જીંદગી

April 4, 2019 1565

Description

સાપને સામે જોઇને ભલભલાના ગાત્રો શીથીલ થઇ જાય છે. પરંતુ અમેરિકાના ફ્લોરીડાની એક મહિલાએ હિંમતભેર એક સાપનો જીવ બચાવ્યો હતો. સાપને બચાવવાનો તેનો આ વીડિયો હાલ સોશીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ખુદ રોઝા ફોન્ડે બનાવીને તેને સોશિયલ મીડિયામાં મુક્યો છે જેને જોઇને લોકો તેમની બહાદૂરીના વખાણ કરી રહ્યા છે. રોઝા ફોન્ડ બ્રુક્સવિલેમાં કાર લઇને જઇ રહી હતી ત્યારે અચાનક તેમની નજર રોડની બાજુમાં એક બીયર કેન પર પડી હતી.

આ બીયર કેનમાં સાપનું મોં ફસાઇ ગયું હતું અને સાપ તેમાંથી મોં બહાર કાઢવા માટે મથી રહ્યો હતો. આ જોઇને રોઝાએ નક્કી કર્યું કે આ સાપને બચાવવો જોઇએ અને તેણે એક ડાળખીની મદદથી ભારે પ્રયત્નો બાદ આ સાપને બચાવી લીધો. આ સાપ ‘રેસર’ જાતીનો હતો જેમાં ઝેર નથી હોતુ અને તે અમેરિકાના ઘણા ભાગોમાં જોવા મળે છે.

Leave Comments