આઈસ્ક્રીમ માટે જીભ લપલપાવતી આ બેબી ગર્લ, સોશિયલ મીડિયામાં છવાઈ

May 8, 2019 620

Description

ગરમીની ઋતુમાં લોકો ઠંડક મળે તે માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ વગેરેને વધુ પ્રાધાન્ય આપે છે. જે કાળઝાળ ગરમીમાં લોકોને ટાઢક આપે છે. જોકે ગરમીના મોસમમાં આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમે આઈસ્ક્રીમના રસિયા છો તો તમને આ વીડિયો ખૂબજ પસંદ આવશે. આ વીડિયો એક નાની બાળકીનો છે જેમાં આઈસ્ક્રીમ પ્રત્યે તેનું આકર્ષણ અને આતુરતા જોવા જેવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક શખ્સ નાની બાળકીને આઈસ્ક્રીમ ખવડાવવાની કોશિશ કરે છે. ત્યારે બાળકી પણ શખ્સનો હાથ પકડી લે છે અને આઈસ્ક્રીમ ખાવા માટે ક્યૂટ એક્સપ્રેશન આપે છે. વીડિયોમાં નાની બેબી ગર્લના આ ક્યૂટ હાવભાવ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. નાની બાળકીની મુખમુદ્રા ઇન્ટરનેટ પર છવાઈ છે.

Leave Comments