જુઓ, અભિનેત્રી ઉર્વશી રાઉતેલાનો ક્રીકેટ મેદાનમાં અનોખો અંદાજ

May 10, 2019 3500

Description

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેના લગભગ મોટાભાગના ફોટો અને વીડિયો લોકોને ખુબ પસંદ પણ પડે છે. ઉર્વશી ઈન્ટાગ્રામ પર 16.33 મિલિયન ફોલોવર્સ પણ ધરાવે છે. ઉર્વશીએ ફિલ્મ ‘ધ સિંગ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

તાજેતરમાં જ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ક્રિકેટ રમતી નજરે પડે છે. ક્રિકેટ એ ઉર્વશીની ખુબ જ પ્રિય રમત છે. હાલ તે અબુધાબીમાં છે. ત્યાં તે ક્રિકેટ પર હાથ અજમાવી રહી છે. ઉર્વશી બેટિંગ કરી રહી છે. તે લેફ્ટ અને રાઈટ એમ બંને હાથે બેટિંગ કરે છે. ઉર્વશી ફેશનેબલ ડ્રેસમાં જ ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ફિલ્મોથી અલગ ક્રિકેટ અવતાર તેના ચાહકોને ભારે પસંદ પડી રહ્યો છે.

Leave Comments