આ તો કેવી રીતે બની ચા – વાયરલ વોચ

September 12, 2018 2690

Description

હેલ્લો ફ્રેન્ડસ ચાઈ પીલો, આવુ કહેનાર સ્ત્રી ચાના કારણે જ ચર્ચામા આવી હતી અને ત્યારબાદ તંદુરી ચા ફેમશ થઈ અને હવે ફરી એક વાર ચા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને આમ પણ ગુજરાતીઓ માટે ચા અમૃત સમાન છે અને એટલેજ ચા બનાવતો આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

સોશયલ મીડિયામાં ચા પીરસવાની આ સ્ટાઈલ ખુબજ વાયરલ થઈ રહી છે આ વીડિયોમાં ટેબલ પર ગ્લાસ જોવા મળે છે અને તે ગ્લાસમાં ચા અને દુધ છે . આ દુકાનદાર આ ગ્લાસ પોતાના હાથમાં લઈ ને તેને એવી રીતે જટકો આપે છે કે ચા તૈયાર થઈ જાય અને બસ ચા પીરસવાની આ રીત હાલ ખુબજ ચર્ચામાં છે.

સોશ્યસ મીડિયામાં વાયરલ આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને વીડિયોને જોઈને અચંબીત થઈ રહ્યા છે આ વીડિયોની તપાસ કરતા જાણ થઈ કે આ વીડિયો કેરેલાનો છે.

Tags:

Leave Comments