સસ્તા ગાદલાની આડમાં ફેરીયાઓ આ રીતે કરે છે છેતરપિંડી

May 10, 2019 1025

Description

હાલ ગુજરાતના ગામડાઓથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે. આ વાયરલ વીડિયો અને પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે બીજા રાજ્યોમાંથી હિન્દી ભાષી ફેરિયાઓની ટોળકી ગુજરાતના વિવિધ ગામડાઓમાં ગાદલા વેચવા માટે આવેલી છે. આ ગાદલાઓનું પેકિંગ અને કિંમત એટલી આકર્ષક હોય છે કે લોકો તેને ખરીદવા માટે મજબૂર થઈ જાય છે.

પરંતુ આ આકર્ષક પેકિંગ અને ઓછી કિંમતે વેચાતા ગાદલાની અંદર થર્મોકોલ હોય છે. આ રીતે ફેરિયાઓની આ ટોળકી ગુજરાતના ગામે-ગામે જઈ લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. આકર્ષક પેકિંગ અને ઓછી કિંમતે આ થર્મોકોલના ગાદલા લોકોને વેંચી લોકોને ઠગી રહી છે. જો કે આ વિશે જાણ થતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેથી જો તમારે ત્યાં કોઈ ફેરિયાની ટોળકી ઓછી કિંમતે આવી રીતે ગાદલા વેચી રહી છે તો ભોળવાઈ ન જતા.

Leave Comments