મેટ ગાલા 2019માં બાર્બી લૂકમાં નજરે આવી દીપિકા પાદુકોણ, જુઓ વાયરલ વીડિયો

May 7, 2019 860

Description

‘મેટ ગાલા 2019’ ગઈકાલે ન્યૂયોર્ક ખાતે યોજાયો થયો હતો. આ ઈવેન્ટમાં જ્યાં પ્રિયંકા ચોપરાએ તેના અલગ અંદાજથી બધાને હેરાન કર્યા હતા. ત્યાં જ દીપિકા પાદુકોણ પણ પોતાના પ્રિંસેસ લૂકના કારણે ખુબ ચર્ચામાં રહી. દીપિકાએ તેના લૂકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. દીપિકા કસ્ટમ મેડ પિંક કલરના ગાઉનમાં નજરે આવી હતી.

દીપિકાના આ પ્રિંસેસ લૂકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જેમાં તેઓ પિંક કલરના Lurex Jacquard Embellished સાથે 3ડી પ્રિંટ વાળી ડ્રેસમાં નજરે આવી રહી છે. આ લૂક સાથે દીપિકા સ્ટનિંગ મેકઅપ અને સ્ટાઇલિશ હેરસ્ટાઇલમાં ખૂબજ સુંદર લાગી રહી હતી.

આ વીડિયોમાં દીપિકાનો આગવો અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. દીપિકાનો આ પ્રિંસેસ લૂકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો મેટ ગાલા 2019 બાદ તેઓ મુંબઈમાં ‘છપાક’ ફિલ્મની શૂટિંગ પૂરી કરશે. દીપિકાનું હાલ સપૂર્ણ ફોક્સ છપાક ફિલ્મ પર છે જે એક એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની કહાની છે.

Leave Comments