પત્ની માટેનો પ્રચાર અનુપમ ખેરને પડ્યો મોંઘો, જૂઓ વાયરલ વીડિયો

May 8, 2019 1025

Description

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર હાલ ચૂંટણી પ્રચાર અભિયાન માટે ચંડીગઢમાં છે. ત્યાં તેઓ તેમની પત્ની કિરણ ખેર માટે વોટ માંગી રહ્યા છે. અનુપમ ખેર ચંડીગઢની શેરીઓમાં ફરીને પ્રચાર કરી રહ્યાં છે. જોકે આ દરમિયાન તેમની સાથે કંઈક એવી ઘટના બની કે તેઓ મૌન થઈ ગયા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે અનુપમ ખેર પ્રચાર દમિયાન એક દુકાનમાં જાય છે તો ત્યાં હાજર એક શખ્સે તેમને સવાલ કરે છે જે સાંભળીને અનુપમ ખેર ત્યાંથી કંઈ પણ કહ્યાં વગર ચાલ્યા જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શખ્સના હાથમાં બીજેપીનો 2014નો મેનિફેસ્ટો હતો. બીજેપીના ચૂંટણી ઢંઢેરાને બતાવી દુકાનદારે અનુપમ ખેરને સવાલ કર્યો કે શું તમે જણાવી શકો છો કે બીજેપીએ જે વાયદા કર્યા હતા તેમાંથી કેટલા વાયદા પૂરા કરવામાં આવ્યા છે. અનુપમ ખેરે આ સવાલનો કોઈ જવાબ ન આપ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા.
જોકે અનુપમ ખેરે પણ આ વીડિયોને તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી વિપક્ષી પાર્ટી પર નિશાન સાધ્યો છે અને દુકાનમાં વિપક્ષી પાર્ટીએ બે વ્યક્તિઓને આવું કરવા માટે અને ઘટનાનો વીડિયો બનાવવા માટે પ્લાન્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.

Leave Comments