વરાછા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વ્યક્તિને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વરાછાના સપના સોસાયટી પાસે આવેલ ટોરેન પાવર પાસે જાહેર રોડ પરની ઘટના છે. તેમાં પાંચથી છ ઈસમો દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે. જેમાં હુમલા ખોરે જાહેરમાં ઢીકાપાટા દ્વારા એક વ્યક્તિને માર્યો છે.
સિંહ સિંહણની લડાઈનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સાસણના જંગલની અદ્ભૂત ઘટના સામે આવી છે. તેમાં મેટીંગ માટે સિંહ સિંહણ વચ્ચે ખેલાતો જંગ હોય છે. જેમાં પ્રવાસીઓએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી છે.
નવસારીના વોર્ડ નંબર 8માં બોગસ મતદાર પકડાયો છે. જેમાં અખિલ હિંદ મહિલા સ્કૂલમાં બોગસ મતદાર પકડાયો છે. કાર્યકરોએ પૂછપરછ કરતા બોગસ મતદાર ઝડપાયો છે. તેમાં પરપ્રાંતીય યુવક બોગસ મતદાન કરવા આવ્યો હતો. જેમાં યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જૂનાગઢમાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઈન્દ્રેશ્વર રોડ પરનો વીડિયો હોવાનું અનુમાન છે. તેમાં વીડિયો ઉતારતા સિંહ પાછળ દોટ મુકી છે. જેમાં વીડિયો બનાવતા યુવકોએ સિંહની પજવણી કરી છે. તેથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ગોમતીપુરની રાજપુર સ્કૂલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં નાના ભૂલકાઓ પાસે સાફસફાઈ કરાવી છે. તેમાં સ્કૂલો ફરીથી શરૂ થતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવી છે. તથા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દિલીપ ઠાકોરે કોંગ્રેસને મત આપવાની વાત કરી છે. તેમાં કહ્યું છે કે ‘આપવા હોય તો બંને ઉમેદવારને મત આપો નહીં તો કોંગ્રેસને આપો’. જેમાં ઘધાણા ખાતે મળેલી સભાનો વીડિયો વાયરલ થયો છે.
Leave Comments