થાઈલેન્ડમાં નેશનલ પાર્કમાં એવી ઘટના બની, જે જોઈને બધા ચોંકી ગયા

November 6, 2019 1880

Description

થાઈલેન્ડમાં થાઓ યાઈ નેશનસ પાર્કમાં એક એવી ઘટના બની કે જે જોઈને બધા ચોંકી ગયા. એક હાથી ચાલતી કાર પર બેસી ગયો. કારનો ડ્રાઈવર એટલો ગભરાઈ ગયો કે તેણે ગાડીની સ્પીડ વધારીને બહાર કાઢી લીધી. જેનાં કારણે તેનો જીવ બચી ગયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. થાઈલેન્ડના આ નેશનલ પાર્કમાં આવી ઘટના પહેલીવાર બની છે.

35 વર્ષના ડુઓ નામનો હાથી નેશનલ પાર્કના રસ્તા પર ચાલી રહ્યો હતો, જેવી જ કાર આવી તો તેના પર બેસવાની કોશિસ કરવા લાગ્યો. જેવો જ હાથી તેનો આખો વજન કાર પર રાખે એ પહેલા જ ડ્રાઈવરે કારની સ્પીડ વધારી અને ત્યાંથી છટકી ગયો. જ્યારે આગળ જઈને કાર પર જોયું તો કાર પાછળથી થોડી દબાય ગઈ હતી.

ત્યાનાં લોકલ રિપોર્ટ પ્રમાણે, જ્યારે આ ઘટના પુરી થઈ એ પછી પાર્કના અધિકારીઓએ બધા પ્રવાસીઓને સલાહ આપી કે જો આવી પરિસ્થિતિ આવે તો કઈ રીતે તેમાંથી બહાર નીકળવું. તો જુઓ આ વીડિયો….

Leave Comments