અચાનક બિલ્ડિંગમાંથી થયો રૂ.500-2000ની નોટોના બંડલનો વરસાદ

November 21, 2019 1775

Description

રૂપિયાનો વરસાદ થાય ત્યારે ત્યાં હાજર વ્યક્તિ શું કરતો હોય? તે અંગે વિચારીને જ આપણે હક્કા બક્કા થઇ જઇએ. કંઇક આવી જ ઘટના હકીકતમાં બની તેનો સમગ્ર વીડિયો સીસીટીવીમાં કેદ છે.

જી હા કોલકત્તામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાંથી બુધવારના રોજ બપોરે અચાનક નોટોનો વરસાદ થવા લાગ્યો. બિલ્ડિંગમાંથી નોટોનો વરસાદ થતો જોઇ લોકો સ્તબ્ધ થઇ ગયા. આપને જણાવી દઇએ કે આ ઘટના કોલકત્તાની 27 નંબર બેન્ટિંક સ્ટ્રીટમાં બની. આ ઘટના એ સમયે બની જ્યારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમ બિલ્ડિંગમાં દરોડા પાડવા માટે પહોંચી ગઇ હતી. બિલ્ડિંગમાંથી 500 અને 2000ની નોટોનો વરસાદ કરાયો હતો. તેની સાથે જ 100ની નોટો પણ ઉડીને નીચે રસ્તા પર પડી હતી.

કહેવાય છે કે નોટોને ઝાડુની મદદથી બારીમાંથી બહાર ફેંકી રહ્યા હતા. હાજર લોકોએ જ્યારે નોટોનો વરસાદ જોયો તો તેઓ હસવા લાગ્યા અને બૂમા-બૂમ કરી દીધી હતી અને કેટલાંક લોકો દોડીને નોટો ઉઠાવા લાગ્યા હતા.

આ ઘટના અંગે DRIના સૂત્રોએ કહ્યું કે બપોરના સમયે ટીમ બિલ્ડિંગમાં આવેલ એક આયાત-નિકાસના વેપારીને ત્યાં તપાસ કરી રહ્યા હતા. જો કે સૂત્રોએ આ અંગે કોઇપણ માહિતી આપવાની ના પાડી દીધી કે નીચે ફેંકાયેલી નોટો અને તપાસ માટે પસંદ કરાયેલ ઓફિસ અંગે કોઇ સંબંધ છે કે નહીં.

Leave Comments