સ્કુલના આ પ્રિન્સીપાલને જોઇને જેલર પણ શરમાઇ જશે !!!

August 9, 2017 3305

Description

ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં એક સ્કૂલ ટીચરની ક્રુરતાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં એક ટીચર દંડાથી એક વિદ્યાર્થીની પિટાઈ કરતા નજરે આવી રહી છે.

વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ દિવાલ સાથે ઉભા રહ્યાં છે, અને બહુ જ ગભરાયેલા છે. જે પણ વિદ્યાર્થીની પીટાઈ થઈ રહી છે, તે હાથ જોડીને માફી માંગી રહ્યો છે, પરંતુ ટીચરનો ગુસ્સો શાંત થતો નથી.

મળતી માહિતી મુજબ આ વીડિયો અલ્હાબાદના શાંતિપુરની આરપીએસ સ્કૂલનો છે. આ વિદ્યાર્થીઓની પ્રિન્સીપાલ સત્યેન્દ્ર દ્વિવેદીએ વિદ્યાર્થીઓને એટલા માટે માર્યા હતા કારણ કે આ વિદ્યાર્થીઓએ ગરમી થવાની ફરિયાદ કરી હતી. આ વીડિયો જોકે કેટલો સાચો છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ ડરને કારણે વિદ્યાર્થીઓએ સ્કૂલ જવાની ના પાડી દીધી હતી. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જોકે,આ તરફ આ તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા બતાવાઈ રહ્યાં છે. પ્રિન્સીપાલે કહ્યું કે, જે વીડિયો વાઈરલ થયો છે તેને એડિટ કરવામાં આવ્યો છે. હું માત્ર એટલું ઈચ્છું છુ કે, બાળકો અનુશાસનમાં રહે. તો બીજી તરફ, હાલ પ્રિન્સીપાલ ફરાર થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ વિડીયો અને માહિતી આપણને અમદાવાદથી સિટીઝન જર્નાલિસ્ટ નિશા શાહે મોકલી આપી છે.

 

Tags:

Leave Comments

News Publisher Detail