દર્શન કરીશું તાપીના વ્યારા ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ધામના

June 30, 2020 440

Description

કહેવાય છે મંગળવારે જો મંગળકર્તા અને વિઘ્નહર્તા દેવ એવા ગણેશના દર્શન કરવામાં આવે તો જીવનના દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે ત્યારે આજે તાપી જિલ્લાના જ બે અલગ અલગ ગણેશ મંદિરના કરીશુ દર્શન. સૌ પ્રથમ દર્શન કરીશુ તાપીના ખ્યમથક વ્યારા નગરમાં આવેલા સિદ્ધિ વિનાયક ધામના. હિંદુ ધર્મમાં ગણેશજી નું ખુબજ મહત્વ છે અને મહાદેવ પુત્ર ગણેશજીને દરેક કાર્યની શરૂઆતમાં યાદ કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. વ્યારાના અંબા નગર ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશજી સાક્ષાત બીરાજમાન છે અને દિવસે અને દિવસે સિદ્ધિ વિનાયક મંદિરનું અનેરું મહત્વ ભક્તજનોમાં વધી રહ્યું છે. વિઘ્નહર્તા આવનારા સૌ કોઈ ભક્તજનોનું દુખ હરી લેતા હોય છે.

Tags:

Leave Comments