જાણો કેમ, ભગવાન કૃષ્ણથી રીસાઈને માતા રુકમણિએ પંઢરપુરમાં તપસ્યા કરી

November 8, 2019 1205

Description

આજે આપણે ભક્તિ સંદેશમાં દર્શન કરીશું કૃષ્ણનાં એક એવા ધામના કે જ્યાં ભક્તને પોતાનાં દર્શન આપવા માટે ભગવાન રાહ જોઈને ઉભા છે. અને આ ધામ આવેલુ છે મહારાષ્ટ્રનાં પંઢરપુરમાં કે જ્યાં આવેલું વિઠ્ઠલ રુકમણિ મંદિર જણાવે છે એક કથા પત્નીનાં રીસાવાની.

કહેવાય છે કે ભગવાન કૃષ્ણથી રીસાઈને માતા રુકમણિએ પંઢરપુરમાં તપસ્યા કરી હતી. પરંતુ રીસાયેલી પત્નીને મનાવવા આવેલા ભગવાન કૃષ્ણ જે કામ કરવા આવ્યા હતા તે કામ જ ભૂલી ગયા.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલા પંઢરપુર સ્થિત વિઠ્ઠલ મંદિર મહારાષ્ટ્રના પ્રમુખ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અહીં કમર પર હાથ રાખીને ઊભેલા ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. કૃષ્ણ કેમ કમર પર હાથ રાખીને ઊભા છે તેની પાછળ છે એક રોચક કથા.

12મી શતાબ્દીમાં બંધાયું હતું આ મંદિર આ મંદિરમાં ભગવાન કૃષ્ણની વિઠ્ઠલ સ્વરૂપમાં પૂજા થાય છે. આ મંદિરમાં ભગવાનની સાથે દેવી રૂકમણી પણ છે. ભગવાન વિઠ્ઠલને વિઠ્ઠોબા, શ્રીપુણ્ડરીનાથ અને પાંડુરંગના નામે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય મંદિરને 12મી શતાબ્દીમાં દેવગિરીના યાદવ શાસકોએ બનાવ્યું હતું એવું માનવામાં આવે છે.

Leave Comments