દર્શન કરો રાજસ્થાનના રણથંભોરમાં આવેલા ત્રિનેત્ર ગણેશ મંદિરના

September 11, 2019 470

Description

સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની આરધનાથી જ થાય છે. વિઘ્નહર્તા જીવમાત્રની દરેક સંકટોથી રક્ષા કરે છે. શ્રી ગણેશના અનેક મંદિરોમાં ખાસ મહત્વ ધરાવે છે રાજસ્થાનના રણથંભોરમાં આવેલુ ત્રિનેત્ર ગણેશ મંદિર. કહેવાય છે કે રાજસ્થાનમાં આવેલુ આ મંદિર ગણપતિ ગજાનનનું સૌથી પ્રાચીન મંદિર છે. આવો આપણે પણ કરે ત્રિનેત્ર ગણેશજીના પાવનકારી દર્શન.

પાર્વતી નદંન, શિવજીના પ્રિય પુત્ર અને કાર્તિકેયના ભાઈ એવા ગણેશજીના અનેક મંદિરો વિશ્વભરમાં નિર્મિત છે. પરંતુ સમગ્ર શિવ પરિવાર સાથે જો ગજાનનના દર્શન કરવા હોય તો રાજસ્થાનના આ ધામે પધારવુ પડે. જી હા ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના રણથંભોર જિલ્લામાં આવેલુ છે ત્રિનેત્ર ગણેશ મંદિર. સવાઈ માધોપુરથી આ મંદિર લગભગ 12 કિમી દૂર રણથંભોર જિલ્લામાં આવેલુ છે.

 

Leave Comments