દર્શન કરો ઈડરના ગઢ પર પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીના મંદિરના

November 20, 2020 395

Description

સાબરકાંઠાનુ ઇડર શહેરમાં આવેલ  ઇડર ગઢ એ પૌરાણિક ધરોહર સમાન છે. ઇડરિયા ગઢ ઉપર પૌરાણિક, ધાર્મિક તેમજ ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે. જેમાં આજે અમે આપને એવા ધામના દર્શન કરાવીશુ કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે. ઇડર ગઢ પર બિરાજમાન એવા વ્રજરેશ્વરી માતાજી પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે. એક માન્યતા પ્રમામે ઇડરના નગરજનો જો લગ્ન ગ્રથીથી જોડાય ત્યારે અહીંયા મીંઢળ છોડવા આવે છે. અને માતાજી સમક્ષ જો ભક્તો  ખોળો પાથરે  તો મા અચુક તેની મનની મુરાજ પૂર્ણ કરે છે.

Leave Comments