દર્શન કરો સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલ શ્રી કૃષ્ણ મંદિરના

September 16, 2020 980

Description

સાબરકાંઠાની પવિત્ર ભૂમિ પર આજથી અનેક વર્ષો પહેલા બન્યુ હતુ શ્રી કૃષ્ણનું મંદિર, જેનો જીર્ણોદ્ધાર 700 વર્ષ પહેલા કરાયો. સાંબરકાંઠાના પોળો જતા માર્ગ પર અને ઈડરથી માત્ર 18 કિમી અંતરે આવેલુ છે ચોરીવાડ ગામ. આ ગામના લોકો પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે અહિં નિર્મિત કૃષ્ણ મંદિરનો મહિમા અનોખો છે.

ગામની મધ્યમાં આવેલા આ પૌરાણિક ધામમાં ઠાકોરજીની સ્થાપના કરાયેલી છે, ખાસ વાત એ છે કે શ્યામ પથ્થરમાંથી એક બે નહિ પરંતુ ભગવાનની ત્રણ પ્રતિમાઓ બનાવાઈ છે. જેમાં ઠાકોરજી, પ્રભુનુ વાહન એવા ગરુડજી તથા મા લક્ષ્મીના દર્શન કરી શકાય છે.

Tags:

Leave Comments