દર્શન કરો મુંબઈમાં પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે સ્થાપિત છે ઉદ્યાન ગણેશનુ ધામ

September 10, 2019 995

Description

ભગવાનની મુરતને જાતા જ તેની આભા માનવ માત્રના મન પર છવાઇ જાય તેવી ઓજસ્વી પ્રતીમાના આજે આપણે દર્શન કરીશું. મુંબઇ સ્થત આ ગણેશ અનોખી ઓજસ ધરાવે છે. તો ચાલો જઇએ સુર્ય સમા ઓજસ્વી દીસતા ઉદ્યાન ગણેશના દ્વારે.

આ છે મુંબઇના પ્રસિદ્ધ ઉદ્યાન ગણેશ. મુંબઇની અતિ વ્યસ્ત ગણાતી જીવન શૈલીમાં ભક્તોને વ્યસ્તતાની વચ્ચે પોતાના દ્વારે શાંતિ આપનાર દેવ. ભક્તોના મનને પ્રફુલ્લત કરનાર દેવ. શ્રી ઉદ્યાન ગણેશ. મુંબઇના પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે ઉભેલ આ શ્વેત ઇમારત માત્ર પત્થરોનો ઘાટ નથી, કલાના નમુના રુપ આ મંદીરની રચના આસ્થામય ઉર્જાનો સંચય કરી આવનારા તમામ લોકોમાં નવઉર્જાનું સીંચન કરી તેમના મનની મલિનતા દુર કરે છે. સિદ્ધ એવા સ્વરૂપ સાથે બીરજેલ આ દેવની પ્રભા જાતાજ ભક્તોના મનમાં અગમ એવી આસ્થાની સરવાણી રેલાય છે.

 

Tags:

Leave Comments