વડોદરામાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 210મો વરઘોડો નીકળ્યો

November 8, 2019 305

Description

દેવઊઠી અગિયારસને લઈ વડોદરામાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 210મો વરઘોડો નીકળ્યો હતો. જેમાં બેન્ડ-બાજા, ભજન મંડળીઓ અને ભક્તો સાથે વાજતે-ગાજતે નિકળેલા આ વરઘોડામાં પ્રભુશ્રી વિઠ્ઠલનાથજી સોળ શણગાર સજી સોના-ચાંદીના સુખપાલમાં બિરજમાન જોવા મળ્યાં હતા.

નગરચર્યાએ નિકળેલા વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. દર્શને આવેલા ભક્તોમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ નો નાદ ગુજ્યો હતો. દર વર્ષે દેવપોઢી અગિયારસ અને દેવઊઠી અગિયારસના દિવસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે છે.

Leave Comments