આજે દર્શન કરીશું મહેમદાવાદમાં આવેલ વિરેશ્વર મહાદેવના મંદિરના

June 29, 2020 425

Description

પ્રાચીન શિવાલયોમાં જેની નોંધ છે તેવું ગામ સિહુંજ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડામાં આવેલ શ્રી વિરેશ્વર મહાદેવનું મંદિર એક ઐતિહાસિક શિવાલય છે. લગભગ સાતસો વર્ષ પુરાણા ખેડા જિલ્લાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

વિરેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ તથા જલધારી પણ સ્વયંભુ પ્રગટ થયેલ છે. વિરેશ્વર દાદાની જગ્યા એટલી પવિત્ર છે કે ગુજરાતના કોઇપણ ધાર્મિક સ્થળે જોવા ન મળે તેવા કદમના વૃક્ષો પણ હાલ મોજુદ છે અને પાંડવો અજ્ઞાતવાસમાં રહેલા તેની યાદગીરી રૂપે ધર્મ કી પેડી અને ભીમ ધરો હાલ પણ મોજુદ છે.

અહીં લગભગ દર સોમવારે સવા બે મણ ચોખા નિકુંજ કાગળમાં શિવલિંગ ઉપર ભરવામાં આવે છે. આ ચોખાની પૂજા વિધિ બાદની સંતાનોને પ્રસાદીરૂપે આપવામાં આવે છે જે ચોખાની ખીર બનાવીને પ્રસાદરૂપે ખાય છે તેને ઘેર અવશ્ય પારણું બંધાય છે સરપંચ અને સહકારથી જેના ફળ સ્વરૂપ પ્રગતિમાં વધારો થયો છે. ભાવિક ભક્તો દાનવીરો ઉદાર હાથે દાન કરી અને સહકાર આપી અને વિકાસ કાર્યમાં વધારો કર્યો છે.

ગુજરાતભરમાંથી આ મહાદેવજીના દર્શન કરવા અચૂક આવે છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ મંદિરમાં જે નિસંતાન દંપતિ હોય છે તે અહીંયા ચોખાની બાધા લઈ અને દાદાના દર્શન કરી અને એ બાધા માનતા હોય છે જે વિરેશ્વર દાદાના આશીર્વાદથી ભક્તોની બાધા અવશ્ય પૂરી થાય છે.

પ્રાચીન સમયની જો વાત કરીએ તો આ મહાદેવ જ્યાં આવેલું છે જે જગ્યા પર છે તે જગ્યા પર સતયુગના સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ આ સ્થાન પર આવેલા અને મહાભારતના સમયમાં અજ્ઞાતવાસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અહીં રોકાયા હતાં. વર્ષો પહેલા જ્યારે મોગલ સલ્તનત મંદિરો પર ચડાઈ કરતા હતા ત્યારે તે સમય દરમિયાન આ મહાદેવજીના મંદિર પર શિખરની ચારે બાજુએ મિનારા બનાવવામાં આવ્યા હતા. આ મંદિરની ડાબી સાઈડ એ એક ખુબ જ સુંદર અને બહુ જ પુરાણું એક તળાવ પણ આવેલું છે શ્રી વિરેશ્વર દાદાનું આવેલું છે જે સ્થાન પર તે મહાદેવ ની આજુબાજુમાં ખૂબ જ પ્રકૃતિ નો નજારો જોવાલાયક છે.

દર સોમવારે અને શ્રાવણ મહિનાના પવિત્ર માસ દરમિયાન આ મહાદેવજીના મંદિરમાં શિવલિંગની ઉપર આશરે સવા બે મણ એટલે ૪૫ કિલો ચોખા થી પૂંજ ભરવામાં આવે છે. ત્યારબાદ જે આ ચોખા હોય છે તે ચોખા જે પોતાની મનોકામના અને બાધા માનતા હોય છે અને જે બાધા રાખી હોય છે તે બાધા સ્વરૂપે આ ચોખાનો પ્રસાદ ઘરે લઈ જઈ અને ચોખા માંથી ખીર બનાવી પ્રસાદ સ્વરૂપે લેતા હોય છે. જ્યારે આ શ્રદ્ધાળુ ભક્તની બાધા પૂર્ણ થઈ જાય ત્યારે આ ભક્તો ગુજરાત ભરમાંથી પોતાની બાધા પૂરી કરવા માટે આ વિરેશ્વર દાદાના મંદિરમાં આવીને બાધા પૂરી કરતા હોય છે.

આ વિરેશ્વર મહાદેવમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. તે દરરોજ એક ચોખાના દાણા જેટલું તેનું કદ વધે છે. મંદિરના ગર્ભગૃહમાં રહેલું આ શિવલિંગ જે પહેલા બહુ નાનું હતું તે દિવસે ને દિવસે ચોખાના દાણા જેટલું વધી વધી ને હાલ તે જે મંદિરમાં ભક્તો આવે છે જેમને દૂરથી પણ આ શિવલિંગના દર્શન અચૂક થાય છે. દરેક ભક્તો જે દૂરદૂરથી આ વિરેશ્વર દાદાના દર્શન કરવા આવે છે તેઓની દરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે.

Leave Comments