આજે છે મહા સુદ પાંચમ

February 10, 2019 1745

Description

આજે છે મહા સુદ પાંચમ..આજના દિવસને વસંત પંચમીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે …શાસ્ત્રોમાં અનેક વણજોયા મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .જેમાં વસંત પંચમીને પણ વણજોયુ મુહૂર્ત કહેવામાં આવે છે ..એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા કે નવી ખરીદી કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી..આ દિવસે સરસ્વતી માતાની પૂજાનો પણ મહિમા રહેલો છે..કારણકે વસંત પંચમીના દિવસે જ વાણી અને જ્ઞાનની દેવી સરસ્વતીની ઉત્પતિ થઈ હોવાની માન્યતા છે…જેથી ગુરુકુળ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ દિવસે વિદ્યાર્થીઓ દ્રારા સરસ્વતીનુ પૂજન કરવામાં આવે છે..તો વણજોયુ મુહૂર્ત હોવાના કારણે આ દિવસે લગ્ન જેવા શુભ કાર્યો પણ મોટા પ્રમાણમાં થતા હોય છે..અને અનેક મંદિરોમાં પણ વસંત પંચમીનો આ પર્વ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે..

Leave Comments