પવિત્ર યાત્રાધામ ડાકોર એટલે સાક્ષાત રણછોડજીની નગરી, Video

November 8, 2018 2315

Description

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં દિવાળીના તહેવારોને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. રણછોડરાય મંદિરમાં દિવાળીને લઈને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન રણછોડરાયને અહીં અગિયારશથી લઈને ભાઈબીજ સુધી કિંમતી તેમજ પૌરાણીક અલંકારો જે ખાસ દિવાળીના દિવસોમાં જ ભગવાન ધારણ કરે છે.

તો દીપાવલીના તમામ દિવસો મા 151 તોલા સોનાની આરતી કરવામાં આવે છે. આ સાથે જ વર્ષમાં એક જ વખત દિવાળીમાં રણછોડરાય અમુક કિંમતી દાગીના ધારણ કરીને પોઢી જાય છે. જે બેસતા વર્ષે મંગળા આરતીમાં રણછોડજી એ જ સ્વરૂપમાં દર્શન આપે છે. આ મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે

Leave Comments