ગુજરાતની આ જગ્યા પર શિવલિંગ છે સૂતેલી અવસ્થામાં, જાણો રહસ્ય

October 14, 2019 1370

Description

ભગવાન શિવનું સ્મરણ કરવાનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. કહેવાય છે કે આ માસમાં તેમનુ જેટલું ધ્યાન ધરો તેના કરતા હજારો ગણુ વધુ ફળ શિવજી આપે છે. સામાન્ય રીતે લીંગ સ્વરુપે શિવજીનું પુજન થાય છે. પરંતુ આજે અમે આપને લઇ જઇશુ શિવજીના એ સ્થાનકે જ્યા શિવજીનુ લીંગ સુતેલા સ્વરુપમાં જોવા મળે છે જે ભક્તોને આપે છે તેમના શુભ આશિષ.

વલસાડ જિલ્લાનું અબ્રામા ગામ, કે જ્યાં નિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરને અતિચમત્કારીક માનવામાં આવે છે. સનાતન ધર્મના વેદ પુરાણ અને આખ્યાનોમાં લિંગપૂજાનોં મહિમા ગવાયો છે. આમ તો દરેક શિવાલયમાં ઉભી અવસ્થામાં શિવલિંગ જોવા મળે છે તકડેશ્વર મહાદેવનું શિવલિંગ સૂતેલી અવસ્થામાં દર્શન આપે છે.

Leave Comments