અંબાજીમાં ભાદરવી મેળાનો આજે અંતિમ દિવસ, “જય અંબે”ના નાદ ગુંજ્યા

September 25, 2018 3260

Description

ભાદરવી પૂનમના મહામેળાના શરૂઆતના બે દિવસોમાં જ સંઘ લઈ રવાના થયેલાં મહેસાણા જિલ્લાના માઈ ભકતો અરવલ્લીની ગિરિકંદરાઓના માર્ગે માના ધામમાં પહોંચી ગયાં હતાં. મંગળવારે માના ચરણોમાં શીશ ઝુકાવી જય અંબેના નાદથી મંદિર સંકુલ ગજવ્યું હતું. એક તરફ, માના આર્શીવાદ લઈ આ પદયાત્રીઓ નિજગૃહ તરફ પરત ફરી રહ્યાં છે. જ્યારે હજુ પણ અન્ય સંઘોનો પ્રવાહ અંબાજી ભણી વહેતો થયો છે.

આ સંઘોની વિવિધતાના કારણે દરેક પ્રદેશની સાંસ્કૃતિક વિરાસત એક રૂપ બનવાનાં દ્રશ્યો પણ તાદશ્ય થઈ રહ્યા છે. આ સંઘોમાં દિવ્યાંગો પણ ઉમંગભેર આગળ વધી રહ્યાં છે. જ્યારે પૌરાણિક કાળનાં પાત્રોની વેશભૂષામાં સજ્જ યુવાનો પણ વિશેષ આકર્ષણ જમાવી રહ્યાં હતાં દરેક પદયાત્રીને માના ધામમાં ઝડપભેર પહોંચી જવાની હોંશ છે.

Leave Comments