દર્શન કરો રાજકોટમાં આવેલ રાધા નીલમાધવ મંદિરના

February 14, 2020 2990

Description

ભક્તિ સંદેશમાં હવે રાધા નીલમાધવ મંદિરના દર્શન કરીશુ. જે રાજકોટથી માત્ર દસ કિમીના અંતરે આવેલુ છે. અતિ ભવ્ય પરિસરમાં ગર્ભગૃહમાં બિરાજીત રાધા કૃષ્ણની પ્રતિમા એટલી જીવંત અને અલૌકિક લાગે છે તે સૌ ભક્તો આસ્થાભેર નતમસ્તક થઈ જાય છે.

ત્યારે આવો જાણીએ કેવી રીતે થઈ આ સ્થાનકની રચના અને કેવો છે આ ધામનો મહિમા. સૌરાષ્ટ્રની પાવન ધરા પર રાજકોટથી માત્ર દસ કિમીના અંતરે નિર્મિત છે રાધાકૃષ્ણનું એક એવુ ભવ્ય સ્થાનક જ્યા પવિત્રતા અને પ્રેમની સરવાણી વહે છે.

મંદિર પરિસરમાં મધ્યમાં નિર્મિત આ ભવ્ય ધામ ભક્તો માટે અનન્ય મહિમા ધરાવે છે. પ્રેમનું સાર્થક સ્વરુપ કહેવાય છે રાધાકૃષ્ણની જોડી જે ભલે વિવાહના બંધનમાં ન બંધાયા પરંતુ નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક બની ગયા.

રાધા નીલમાધવના આ મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરતા જ ભક્તના મનને અપાર શાતા મળે છે. રસરાજ શ્રીકૃષ્ણ પોતાની પ્રિય રાધા રાણી સાથે અતિ સુંદર વસ્ત્રાલંકારમાં સજ્જ થઈ દર્શન આપે છે. ઈશ્વરનું આવુ કલ્યાણકારી સ્વરુપ જોઈ હાજર સૌ શ્રદ્ધાળુ પોતાને ભાગ્યશાળી માને છે.

Leave Comments